બી.પી.એલ. યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો

  • lise_iconબી. પી. એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા લાભાર્થીઓ બી.પી.એલ. રેશનકાર્ડ મેળવવા પાત્ર રહેશે. યાદી પૈકીનાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા કુંટુંબ માટે આવક ચકાસણી કરવાની રહેશે નહિં.
  • lise_iconઉપર મુજબની પાત્રતા ન ધરાવતા અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક શહેરી વિસ્તાર માટે રુપિયા ૫૦૧/- થી ઓછી અને ગ્રામ્ય વિસ્તાર માટે રુપિયા ૩૨૪/- થી ઓછી હોય તેવા કુંટુંબને બી.પી.એલ. રેશનકાર્ડ આપવાનું રહેશે. કુંટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક કુંટુંબનાં સભ્યોને ધ્યાને લઇ નક્કી કરવાની રહેશે. આવકને પ્રમાણિત કરવા માટે સંબધિત મામલતદારશ્રી અધિકૃત રહેશે.