લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા (TPDS)

૫હેલી જુન ૧૯૯૭થી ભારત સરકારે લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકેલ છે. આ વ્‍યવસ્‍થા હેઠળ ગરીબ કુટુંબોની અન્‍ન સલામતી ઉ૫ર વધુ ભાર મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય સરકાર રેશનકાર્ડ ધરાવનારાઓને વાજબી ભાવની દુકાનો મારફત નિયત ભાવે ઘઉ, ચોખા, કઠોળ, ખાંડ, આયોડીનયુકત મીઠુ, ખાદ્યતેલ અને કેરોસીનનું વિતરણ કરે છે.

રાજયમાં રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો, ૨૦૧૩ નો તા.૧/૪/૨૦૧૬ થી અમલ કરવામાં આવેલ છે. ભારત સરકારે Census ૨૦૧૧ ની વસ્તી ગણતરીને આધારે રાજય માટે કુલ ૩.૮૨ કરોડ લાભાર્થીઓને રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો, ૨૦૧૩ હેઠળ સમાવવાનું લક્ષ્‍યાંક નિર્ધારીત કરેલ છે. તદઅનુસાર, ભારત સરકાર ગુજરાત રાજયને એનએફએસએ હેઠળ અનાજ (ઘઉં/ચોખા) ની ફાળવણી કરે છે.

  • lise_iconરાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો, ૨૦૧૩ ના અમલ બાદ ભારત સરકાર દ્વારા એપીએલ રેશનકાર્ડધારકો માટે અનાજની ફાળવણી કરવામાં આવતી નથી.

રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો, ૨૦૧૩ નો અમલ થતાં એનએફએસએ હેઠળ રેશનકાર્ડને બે કક્ષામાં વિભાજન કરવામાં આવેલ છે.

અંત્યોદય અન્‍ન યોજના (AAY)

ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને અંત્‍યોદય અન્‍ન યોજના હેઠળ સમાવવાના થાય છે. ભારત સરકારે રાજય માટે કુલ ર૧.ર લાખ ગરીબ કુટુંબો પૈકી ૮.૧ લાખ અતિ ગરીબ (AAY) કુટુંબોનું લક્ષ્‍યાંક નિર્ધારીત કરેલ છે.

NFSA હેઠળ સમાવિષ્ટ AAY લાભાર્થીઓને મળવાપાત્ર લાભ:

  • lise_iconએએવાય કેટેગરી માટે માહે માર્ચ-૧૮થી ઘઉં-ચોખાનું વિતરણ-પ્રમાણ અને ભાવ:-
યોજના અનાજનો પ્રકાર જથ્થો(કિ.ગ્રા.) ભાવ પ્રતિ કિ.ગ્રા. (રૂ.પૈસા)
એએવાય ઘઉં ૨૫ ૨.૦૦
એએવાય ચોખા ૧૦ ૩.૦૦
કાર્ડદીઠ કુલ-૩૫.૦૦ કિ.ગ્રા.

AAY કુટુંબોને માર્ચ-૨૧થી કાર્ડદીઠ માસિક ૧ કિ.ગ્ર્રા. તુવેરદાળ વિતરણ કરવામાં આવે છે

અગ્રતા ધરાવતા કુટુંબો PHH (પ્રાયોરીટી હાઉસ હોલ્ડ)

વિભાગના તા.૧૩/૧૦/૨૦૨૦ના ઠરાવથી રાષ્ટ્રીય અન્‍ન સલામતિ કાયદો,૨૦૧૩ અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણો નિયત કરવામાં આવેલ છે.

NFSA હેઠળ સમાવિષ્ટ PHH લાભાર્થીઓને મળવાપાત્ર લાભ:-

  • lise_iconઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH) માટે માહે માર્ચ-૧૮થી ઘઉં-ચોખાનું વિતરણ-પ્રમાણ અને ભાવ:-
યોજના અનાજનો પ્રકાર જથ્થો(કિ.ગ્રા.) ભાવ પ્રતિ કિ.ગ્રા. (રૂ.પૈસા)
અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ઘઉં ૩.૫૦૦ ૨.૦૦
અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ચોખા ૧.૫૦૦ ૩.૦૦
વ્યક્તિદીઠ કુલ-૫.૦૦ કિ.ગ્રા.

અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) ને માર્ચ-૨૧થી કાર્ડદીઠ માસિક ૧ કિ.ગ્ર્રા. તુવેરદાળ વિતરણ કરવામાં આવે છે.

ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો માટેની યોજના (BPL)

આ યોજના હેઠળ જે કુટુંબના સભ્‍યોની માસિક માથાદીઠ સરેરાશ આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૩ર૪/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ. ૫૦૧/- સુધી હોય તથા અન્‍ય ધોરણો ઘ્‍યાને લઈ રાજય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળનું રેશનકાર્ડ આપવામાં આવે છે.

તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો

તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્‍થા અને કિંમત અંગેની જાહેરાત સ્‍થાનિક વર્તમાન ૫ત્રોમાં માસિક ધોરણે આ૫વામાં આવે છે.

વાજબી ભાવની દુકાનો

રાજય સરકારે નિયત કરેલ ધોરણો અનુસાર દરેક શહેરી/ગ્રામ્‍ય વિસ્‍તારોને વાજબી ભાવની દુકાનની સગવડથી આવરી લેવામાં આવેલ છે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારો માટે દર ર,૦૦૦ની વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન જયારે શહેર વિસ્‍તાર માટે પ,૦૦૦ની વસ્‍તીના ધોરણે સામાન્‍ય સંજોગોમાં ૩કી.મી.ની ત્રિજયામાં વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય અને તેઓની viability માટે ઓછામાં ઓછા ૪૦ ટકા BPL/AAY કાર્ડ મળી રહે, તે પ્રમાણે રાજયમાં ૧૭૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનો મંજુર થયેલ છે. અને તા. ૩૦-૦૪-૨૦૦૨ ના ઠરાવવ મુજબ વાજબી ભાવની દુકાનોનું નામાભિકરણ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર કરવામાં આવેલ છે. નોંધાયેલ કાર્ડની સંખ્‍યા, પ્રકાર અને મળવાપાત્ર ધોરણો નજર સમક્ષ રાખી વાજબી ભાવના દુકાનદારોને તાલુકા મામમલતદારશ્રી/ ઝોનલ અધિકારીશ્રી (શહેરી વિસ્‍તારોમાં) ઘ્‍વારા દર માસે આવશ્‍યક ચીજ વસ્‍તુઓની ૫રમીટ આ૫વામાં આવે છે. આવી ૫રમીટના આધારે વાજબી ભાવના દુકાનદારને નિયત કીંમત વસુલ લઈ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના સ્‍થાનિક ગોડાઉન ખાતેથી અનાજ તેમજ અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો જથ્‍થો ઈસ્‍યુ કરવામાં આવે છે.