લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે પોષણક્ષમ વાજબી ભાવે ગુણવત્તાયુક્ત અનાજની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને માનવ જીવન ચક્રના અભિગમમાં અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી.
ગુજરાતના તમામ પાત્ર પરિવારો, ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે અનાજનું સમાન વિતરણ, અને અનાજ સાથે પેટ્રોલ, ડીઝલ અને CNG સહિતની આવશ્યક ચીજવસ્તુઓની સરળ પહોંચ સાથે અન્ન સુરક્ષાની ખાતરી કરવી.
ગ્રાહકોને તેમના અધિકારોની માહિતી આપી સશક્ત કરવા, ઉપભોક્તા અધિકારોને પ્રોત્સાહન આપવું, સામાન અને સેવાઓની સમાન પહોંચની ખાતરી કરવા અને સમયસર અને અસરકારક ફરિયાદ નિવારણની સુવિધા ઉભી કરવી.
મિશન
અનાજ વિતરણ માટે એક કાર્યક્ષમ, પારદર્શક, અને ટેક્નોલોજી આધારિત ખરીદી, સંગ્રહ અને વિતરણ પ્રણાલી સ્થાપિત કરવી, Minimum Support Price (MSP) પર સુલભ વિતરણ સુનિશ્ચિત કરવું, અને Public Distribution System (PDS) હેઠળ સરળ વિતરણ કરવામાં સુનિશ્ચિતતા લાવવી.
જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ તમામ લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સમયસર પોષણક્ષમ અને ગુણવત્તાયુકત થાય તે સુનિશ્ચિત કરવું.
ગ્રાહકો માટે જાગરૂકતા અભિયાનો દ્વારા તેમને તેમના અધિકારો અંગેની જાણકારી આપવી અને ગ્રાહક સુરક્ષા કાયદાના અસરકારક અમલીકરણ દ્વારા ગ્રાહકના હિતોનું રક્ષણ કરવું.
નિષ્પક્ષ વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવું, સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રમાણપત્ર દ્વારા ગુણવત્તાની ખાતરી વધારવી અને સુલભ અને અસરકારક ફરિયાદ નિવારણ તંત્ર પ્રદાન કરવું.
ગ્રાહક કલ્યાણ સેવા અને આપૂર્તિ શૃંખલા (સપ્લાઇ ચેઇન) ને પારદર્શક, કાર્યક્ષમ બનાવવા નવીનતમ અભિગમો અને ડિજિટલ ટેકનોલોજી અપનાવવી.