ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ‘અગ્રતા ધરાવતા કુટુંબો’ ની ઓળખ માટેના ધોરણો (Criteria) નીચે મુજબ છે.
ગ્રામ્ય વિસ્તારમાં "અગ્રતા ધરાવતા કુટુંબો" ની ઓળખ માટે
(અ) નીચે પૈકીની કોઈપણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે એટલે કે બાકાત (Exclude) રાખેલ કુટુંબો સિવાયના તમામ House Hold કે જે SECC-2011 માં છે તેમને "અગ્રતા ધરાવતા કુટુંબ" તરીકે માન્ય કરવાના રહેશે.
જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય,
જે કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય, (સિવાય કે સરકારી કચેરી, બોર્ડ, નિગમ, અન્ય સરકારી એજન્સી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સહિત સંબંધિત કચેરીમાં આઉટસોર્સીંગથી વર્ગ-૪ની કામગીરી કરતા હોય)
જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂ.૨૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય અથવા કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨,૪૦,૦૦૦/- થી વધુ હોય
જે કુટુંબનો કોઇપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચુકવતો હોય,
જે કુટુંબ ૫ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય,
જે કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય,
(બ) અન્ન સુરક્ષા માટે સમાવવાનું ધોરણ (Inclusion criteria) :
જે કુટુંબના પુખ્તવયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય, ગંભીર રીતે બીમાર હોય કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય, તે કુટુબંને સમાવવાના (Inclusion કરવાના) રહેશે, ભલે પછી તે કુટુબં ઉપરોક્ત (અ) પૈકીના કોઈપણ ધોરણને લીધે "બાકાત" રાખવા પાત્ર હોય.
શહેરી વિસ્તારમાં "અગ્રતા ધરાવતા કુટુંબો"ની ઓળખ માટે:-
નીચેની કોઈપણ એક બાબતની વંચિતતા/ અરક્ષિતતા ધારણ કરતાં કુટુંબને અન્ન સુરક્ષા માટે આવરવાના (Inclusion કરવાના) રહેશે,
(અ) આવાસીય આરક્ષિતતા.
જે કુટુંબ ઘર/મકાન વિહોણું હોય,
જે કુટુંબ પ્લાસ્ટીક કે પોલીથીનની દિવાલ અને છાપરાવાળું મકાન/ધર ધરાવતું હોય,
જે કુટુંબ ધાસફુશ, વાંસ, છાણ, કાચી ઇંટ કે લાકડાની દિવાલ અને ઘાસફુશ, વાંસ, છાણ કે લાકડાની છતવાળુ એક ઓરડો કે તેથી ઓછુ મકાન/ઘર ધારણ કરતું હોય,
(બ) વ્યવસાયિક આરક્ષિતતા.
જે કુટુંબ કોઇ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતુ ન હોય,
જે કુટુબનો કોઇપણ સભ્ય (બાળક સહિત) ભીખારી, કચરો ઉપાડનાર, ઘરકામ કરનાર (જેઓને ખરેખર વળતર ચૂકવામાં આવતુ હોય) અને સફાઇ કામદાર/કચરો વાળનાર કે માળી તરીકેના કામમાં હોય.
જે કુટુંબના પુખ્તવયના બધા કમાતા સભ્યો રોજમદાર હોય કે અનિયમિત વળતર મેળવતા હોય.
ત્રણ પૈંડાવાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટોરીક્ષા/છકડો/મીની ટેમ્પો) વાહનચાલકોનો સમાવેશ કરવો(માસિક રૂા.૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોય તેવા)
જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક રૂ.૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતો હોય અથવા કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨,૪૦,૦૦૦/- થી ઓછી હોય
(ક) સામાજિક આરક્ષિતતા.
જે કુટુંબના વડા તરીકે સગીર વ્યક્તિ હોય, એટલે કે કુટુંબના કોઇપણ સભ્ય ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના ન હોય,
જે કુટુંબમાં ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર ધારણ કરતાં કોઇપણ વ્યક્તિ સશકત ન હોય, એટલે કે કુટુંબમાં ૧૮ થી ૬૦ વર્ષના તમામ સભ્યો અશકતતા ધરાવતા હોય કે ગંભીર રીતે બીમાર હોય,
જે કુટુંબના પુખ્તવયના તમામ કમાતા સભ્યો અશકત હોય, ગંભીર રીતે બીમાર હોય કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય,
વધુમાં, ઉપરોકત ધોરણો સિવાય ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓનો પણ NFSA હેઠળ "અગ્રતા ધરાવતા કુટુંબના" લાભાર્થી તરીકે સમાવેશ કરવાનો રહેશે.
સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ તથા આ જ પ્રકારે જે દિવ્યાંગ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહે છે તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. દિવ્યાંગ લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તથા આ જ પ્રકારે જે વૃદ્ધ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા હોય તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. વૃદ્ધ લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલ જે ગંગાસ્વરૂપ બહેનો (વિધવા બહેનો) પેન્શન મેળવે છે તેવી બહેનોને તથા જે વિધવા બહેનો સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતા તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. ગંગાસ્વરૂપ બહેનો (વિધવા બહેનો) લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના "ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ" હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમયોગીનો સમાવેશ કરવો.