ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯, તા.૨૦-૦૭-૨૦૨૦ થી અમલમાં આવેલ છે. જે અન્વયે રાજય ગ્રાહક તકરાર નિવારણ કમીશન, અમદાવાદ ખાતે કાર્યરત છે. રાજય કમિશનના પ્રમુખ તરીકે નામ. હાઈકોર્ટના કાર્યરત અથવા નિવૃત ન્યાયમૂર્તિ હોય છે જે કાયદાથી નકકી થયા મુજબના બે સભ્યોની મદદથી કેસનો નિર્ણય આપે છે. ગ્રાહકોના કેસોનો ઝડપી રીતે ન્યાયિક નિકાલ આવે તે માટે કમિશન કામ કરી રહેલ છે. રૂ.૫૦ લાખથી ઉપરનાં અને રૂ. ૨.૦૦કરોડ સુધીની રકમની વસ્તુઓ અને સેવાઓનું મુલ્ય ધરાવતાં કેસો રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનોએ આપેલ ચૂકાદા સામે રાજ્ય કમિશન ખાતે કરી અપીલ શકાય છે.
વર્ષ | વર્ષની શરૂઆતમાં પડતર કેસોા | વર્ષ દરમ્યાન નવા દાખલ કેસો | કુલ કેસો | વર્ષ દરમ્યાન કેસોના નિકાલ | વર્ષના અંતે પડતર કેસો |
---|---|---|---|---|---|
૨૦૧૯ | ૫૪૦૧ | ૧૮૭૫ | ૭૨૭૬ | ૨૦૦૭ | ૫૨૬૯ |
૨૦૨૦ | ૫૨૬૯ | ૧૨૮૮ | ૬૫૫૪ | ૧૧૯૧ | ૫૩૬૩ |
૨૦૨૧ | ૫૩૬૩ | ૧૨૩૨ | ૬૫૯૫ | ૧૫૨૮ | ૫૦૬૭ |
૨૦૨૨ | ૫૦૬૪ | ૧૭૦૬ | ૬૭૭૩ | ૧૨૨૦ | ૫૫૫૩ |
૨૦૨૩ | ૫૫૫૩ | ૩૫૭૩ | ૯૧૨૬ | ૨૦૮૪ | ૭૦૪૨ |
૨૦૨૪ | ૭૦૪૨ | ૨૪૧૫ | ૯૪૫૭ | ૭૩૯ | ૮૭૧૮ |