વિભાગની અન્ય કામગીરી

અપીલ બ્રાન્ચ

વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવ ક્રમાંક: વભદ/૧૦/૨૦૧૫/૨૬૨૪/ક મુજબ:-

  • lise_iconશિક્ષાત્મક હુકમો સામેના વિવાદમાં રીવીઝન અરજી શિક્ષાત્મક હુકમ સામે અપીલ સત્તાવાળાએ અપીલ અંગે લીધેલા આખરી પગલાં સામે રાજય સરકારને અન્‍ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રીવીઝન અરજી કરી શકશે. આવી રીવીઝન અરજી અપીલના આખરી નિકાલ અંગેનો હુકમ મળ્યેથી ૩૦ દિવસની મુદત્તમાં રાજય સરકારને કરવાની રહેશે. મુદત બહારની મળેલી રીવીઝન અરજીના કિસ્સામાં વાજબી અને વિશિષ્ટ કારણો જણાય તો રાજય સરકાર તેવા કારણોની લેખિત નોંધ કરીને મુદત બહારની તેવી રીવીઝન અરજી વિલંબ માફ કરીને દાખલ કરી શકશે.
  • lise_iconઅપીલ અરજી અધિકૃત સત્તાવાળાએ વાજબી ભાવની દુકાનની મંજુરી માટે કરેલ નિર્ણય સામે વાજબી ભાવની દુકાનની માંગણી કરનાર નારાજ થયેલ ઉમેદવાર/ સંસ્થા રાજય સરકારના અન્‍ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ સમક્ષ વાજબી ભાવની દુકાન મંજુર કરનાર અધિકૃત સત્તાધિકારીનો નિર્ણય થયાના ૩૦ દિવસમાં અપીલ અરજી કરી શકશે.

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ હેઠળની કામગીરી

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ ની અમલવારી રાજય સરકારે માર્ચ-૧૯૮૦ થી શરૂ કરી છે. સમાજને આવશ્‍યક એવી ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અને વિતરણ વ્‍યવસ્‍થામાં બાધકરૂ૫ બનતા ઈસમો ઘ્‍વારા થતી કાળાબજારી ભેળસેળ અને સંગ્રહખોર જેવી પ્રવૃતિને અટકાવવાનો આ ધારાનો હેતુ છે. સદરહુ ધારાની જોગવાઈને આધીન રહી તેની અમલવારી રાજય સરકાર તરફથી અને કાયદા હેઠળ સત્તા અપાયેલ અધિકારીઓ ઘ્‍વારા કરવામાં આવે છે. સદરહુ ધારા હેઠળ કરવામાં આવેલી અટકાયતના હુકમોમાં જુદી-જુદી આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ખાદ્યતેલ, અનાજ, પેટ્રોલિયમ પ્રોડકટસ, રાંધણ ગેસ, ખાંડ, ઘઉં, ચોખાનો સમાવેશ થાય છે, તેમાં જુદી જુદી ગેરરીતિઓ આચરનાર ઈસમોની પ્રવૃતિ તાત્‍કાલિક અસરથી અટકાવવાના હેતુથી આ ધારા હેઠળ અટકાયતના હુકમો કરવામાં આવે છે. વર્ષ ર૦૧૧ માં ૬૬ કેસો થયેલ છે.