૫રિચય

ગુજરાત રાજયમાં અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની તા.૮મી નવેમ્‍બર, ૧૯૬૫ના રોજ એક અલગ વિભાગ તરીકે રચના કરવામાં આવેલ છે. આ વિભાગ નીચેની કામગીરી સંભાળે છે.

  • lise_iconરાજયમાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સુચારૂ સંચાલન અર્થે અનાજ તેમજ અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓની પ્રાપ્તિ/ખરીદી, સંગ્રહ અને વિતરણ અંગેની નીતિ ઘડવી.
  • lise_iconજાહેર વિતરણ વ્‍યવસ્‍થા ઉ૫રાંત અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓના પુરવઠાને સુનિશ્‍ચિત કરવા માટેની કામગીરી.
  • lise_iconતોલમા૫ નિયમન સહિત ગ્રાહક સુરક્ષાને સબંધિત પ્રવૃતિઓની અમલવારી.

કાયદાકીય માળખું

આ વિભાગ નીચે પ્રમાણેના કાયદાઓના અમલની જવાબદારી સંભાળે છે.

ખાતાના વડાઓ

આ વિભાગને ફાળવાયેલ બાબતો અંગેની કામગીરી માટે તાબા હેઠળના ખાતાના વડાઓ નીચે મુજબ છે:

  • lise_iconનિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા
  • lise_iconગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.
  • lise_iconરાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન
  • lise_iconનિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી
  • lise_iconગુજરાત રાજ્ય અન્‍ન આયોગ
  • lise_iconઅન્‍ન નિયંત્રક અમદાવાદ કચેરી

નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા

રાજય કક્ષાની આ કચેરી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા તેમજ આવશ્‍યક ચીજ વસ્‍તુ અધિનિયમ હેઠળ આવરી લેવાયેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો પુરવઠો, પ્રાપ્‍તિ અને વિતરણને લગતી બાબતો ઉ૫ર દેખરેખ રાખે છે. જયારે જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીઓ અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રીઓ પુરવઠા વિષયક કામગીરી જેવી કે રેશનકાર્ડ ઈસ્‍યુ કરવું વાજબી ભાવના દુકાનદારોની નિમણૂંક કરવી અને તેઓને માસિક જથ્‍થાની ૫રમીટ ઈસ્યુ કરવી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ વિતરણની કામગીરી ઉ૫ર તકેદારી વગેરે જેવી કામગીરી સંભાળે છે.

વધુ જાણો...

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.

ગુજરાત રાજયમાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને સુદઢ કરવાના હેતુથી ગુજરાત સરકાર ઘ્‍વારા તા.ર-૧૦-૮૦ના રોજ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.ની સ્‍થા૫ના કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટેના અનાજની પ્રાપ્‍તિ, સંગ્રહ, ગુણવત્‍તા નિયમન, ટ્રાન્‍સપોર્ટ અને હેન્‍ડલીંગ, વાજબી ભાવના દુકાનદારોને આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાનું વિતરણ જેવી કામગીરી માટે નિગમ રાજયના મોટા ભાગના તાલુકા મથકોએ ગોડાઉનો ધરાવે છે.

વધુ જાણો...

ગ્રાહક તકરાર નિવારણ તંત્ર

ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯  ની જોગવાઈ મુજબ રાજય કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ પંચ અને જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ પંચ કાર્યરત છે કે જેઓ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે એક મહત્‍વપૂર્ણ ન્‍યાયિક ફરજો અદા કરે છે.

વધુ જાણો...

નિયંત્રકશ્રી, કાનુની મા૫ અને વિજ્ઞાન અને નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષા (તોલમા૫ ખાતુ)

નિયંત્રકશ્રી કાનુની મા૫ અને વિજ્ઞાન અને નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્‍તિઓની કચેરી ઘ્‍વારા લીગલ મેટ્રોલોજી એકટ-ર૦૦૯ તથા ગુજરાત રાજય લીગલ મેટ્રોલોજી (Enforcement) રુલ્‍સ-ર૦૧૧ અમલવારી માટે તોલમા૫ના સાધનોનું સર્ટીફીકેશન આ૫વા, તોલમા૫ના સાધનોના ઉત્‍પાદકો/ વેપારીઓ અને રીપેરરોને લાયસન્‍સ આ૫વા તેમજ પેકેજડ ચીજ વસ્‍તુઓનું નિયમોનુસાર મોનીટરીંગ કરવું વગેરે જેવી કામગીરી કરવામાં આવે છે. તદૃઉ૫રાંત ગ્રાહકોની જાગૃતિ તથા ગ્રાહકોના હિતોના રક્ષણની તથા ગ્રાહકોની ફરિયાદ નિકાલની કામગીરીનું સંકલન કરવામાં આવે છે.

વધુ જાણો...

ગુજરાત રાજ્ય અન્‍ન આયોગ

રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો, ર૦૧૩ની અમલવારી થતા સદર કાયદાના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં નિયત ભાવે અનાજ મળી રહે અને કોઈ ગરીબ વ્યક્તિ અનાજથી વંચિત ન રહી જાય તથા મધ્યાહન ભોજન યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને સરકારશ્રી દ્વારા નિયત કરેલ મેનુ મુજબનો આહાર મળી રહે તથા આંગણવાડી કેન્દ્રો પર બાળકોને તથા ધાત્રી અને સગર્ભા મહિલાઓને ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ આહાર મળી રહે અને રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો-ર૦૧૩નો સારી રીતે અમલ થાય તે માટે મોનીટરીંગ અને સમિક્ષા કરવા માટે તેમજ લાભાર્થીઓને અનાજ બાબતની ફરીયાદોના નિવારણ માટે જીલ્લા કક્ષાએ DGRO તરીકે નિવાસી અધિક કલેક્ટર દ્વારા થયેલ નિર્ણય સંદર્ભ અપીલ કરી શકાય તે માટે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય અન્‍ન આયોગની રચના કરવામાં આવેલ છે.

વધુ જાણો....

વિભાગ હસ્‍તકની અગત્‍યની યોજનાઓ

ખાસ વર્ગોની અન્‍ન સલામતિ માટેની યોજનાઓ

રાજય સરકારની અન્‍ય અગત્‍યની યોજનાઓ

ગ્રાહક સુરક્ષા સબંધિત કામગીરી

વિભાગની અન્ય કામગીરી

અપીલ બ્રાન્ચ

વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવ ક્રમાંક: વભદ/૧૦/૨૦૧૫/૨૬૨૪/ક મુજબ:-

    શિક્ષાત્મક હુકમો સામેના વિવાદમાં રીવીઝન અરજી

  • lise_icon

    શિક્ષાત્મક હુકમ સામે અપીલ સત્તાવાળાએ અપીલ અંગે લીધેલા આખરી પગલાં સામે રાજય સરકારને અન્‍ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રીવીઝન અરજી કરી શકશે. આવી રીવીઝન અરજી અપીલના આખરી નિકાલ અંગેનો હુકમ મળ્યેથી ૩૦ દિવસની મુદત્તમાં રાજય સરકારને કરવાની રહેશે. મુદત બહારની મળેલી રીવીઝન અરજીના કિસ્સામાં વાજબી અને વિશિષ્ટ કારણો જણાય તો રાજય સરકાર તેવા કારણોની લેખિત નોંધ કરીને મુદત બહારની તેવી રીવીઝન અરજી વિલંબ માફ કરીને દાખલ કરી શકશે.

  • અપીલ અરજી

  • lise_icon

    અધિકૃત સત્તાવાળાએ વાજબી ભાવની દુકાનની મંજુરી માટે કરેલ નિર્ણય સામે વાજબી ભાવની દુકાનની માંગણી કરનાર નારાજ થયેલ ઉમેદવાર/ સંસ્થા રાજય સરકારના અન્‍ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ સમક્ષ વાજબી ભાવની દુકાન મંજુર કરનાર અધિકૃત સત્તાધિકારીનો નિર્ણય થયાના ૩૦ દિવસમાં અપીલ અરજી કરી શકશે.

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ હેઠળની કામગીરી

કાળા બજાર નિવારણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ ૧૯૮૦ ની અમલવારી રાજય સરકારે માર્ચ-૧૯૮૦ થી શરૂ કરી છે. સમાજને આવશ્‍યક એવી ચીજવસ્‍તુઓના પુરવઠાની જાળવણી અને વિતરણ વ્‍યવસ્‍થામાં બાધકરૂ૫ બનતા ઈસમો ઘ્‍વારા થતી કાળાબજારીયા ભેળસેળ અને સંગ્રહખોર જેવી પ્રવૃતિને અટકાવવાનો આ ધારાનો હેતુ છે. સદરહુ ધારાની જોગવાઈને આધીન રહી તેની અમલવારી રાજય સરકાર તરફથી અને કાયદા હેઠળ સત્તા અપાયેલ અધિકારીઓ ઘ્‍વારા કરવામાં આવે છે. સદરહુ ધારા હેઠળ કરવામાં આવેલી અટકાયતના હુકમોમાં જુદી-જુદી આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ખાદ્યતેલ, અનાજ, પેટ્રોલિયમ પ્રોડકટસ (કેરોસીન અને ક્રુડ ઓઈલ), રાંધણ ગેસ, ખાંડ, ઘઉં, ચોખાનો સમાવેશ થાય છે, તેમાં જુદી જુદી ગેરરીતિઓ આચરનાર ઈસમોની પ્રવૃતિ તાત્‍કાલિક અસરથી અટકાવવાના હેતુથી આ ધારા હેઠળ અટકાયતના હુકમો કરવામાં આવે છે.