‘‘અન્નપુર્ણા યોજના’’ ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયની કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
અન્નનપુર્ણા યોજના હેઠળ ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધો કે જેઓ રાષ્ટ્રીય નિરાધાર વૃધ્ધો માટેની પેન્શન યોજના હેઠળ તથા રાજ્ય પેન્શન યોજના હેઠળ મેળવવા પાત્ર પેન્શન ન મેળવતા હોય, તેમને માસિક ૧૦ કિલોગ્રામ અનાજ વિનામુલ્યે આપવાનું ઠરાવવામાં આવેલ છે. ( વિભાગના ઠરાવ ક્રમાંક પીડીએસ/૧૦૨૦૦૧/૧૭૭૭/ક, તા.૦૯/૧૧/૨૦૦૧ )
“રાઈસ ફોર્ટીફીકેશન અને તેનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ” યોજના
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં “પ્રાયોગિક ધોરણે” અમલમાં મુકાયેલ “રાઈસ ફોર્ટીફીકેશન અને તેનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ” યોજના વર્ષ ૨૦૨૩-૨૪ થી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના હેઠળ રાઈસ ફોર્ટીફીકેશનના મંજુર થયેલ રૂ.૭૩/- પ્રતિ ક્વિ. લેખે ભોગવવાનો થતો સબસીડી ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પુરેપુરો (૧૦૦% ફાળો) માહે. ડિસેમ્બર-૨૦૨૮ સુધી ભોગવવામાં આવનાર છે.
સ્માર્ટ પીડીએસ
ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ પ્રણાલીમાં ટેકનોલોજી દ્વારા આધુનિકીકરણ અને સુધારા માટેની (SMART-PDS) Scheme for Modernization and Reform through Technology in Public Distribution System કેન્દ્રીય પુરસ્કૃત યોજના (૬૦ : ૪૦)ના અમલીકરણ માટે ૩ વર્ષ (માહે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૬) ના સમયગાળા માટેની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજના દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એન્ડ-ટુ-એન્ડ કોમ્પ્યુટરાઈઝેશન સ્કીમ દ્વારા લાવવામાં આવેલા ટેક્નોલોજી આધારીત સુધારાને ટકાવી રાખવા અને IM-PDS સ્કીમ અંતર્ગતના સુધારાને વધુ સુદ્રઢ કરવા, જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીમાં ભાવિ/નવા સુધારાઓ કરવા, “વન નેશન વન રેશન કાર્ડ” યોજના હેઠળ રાષ્ટ્રીય પોર્ટેબિલીટીને વધુ મજબૂત બનાવવા તથા જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીમાં પ્રૌદ્યોગિકીના ઉપયોગને ટકાવી રાખવા અંગેના પડકારોને ઘટાડવાનો ભારત સરકારનો ઉદ્દેશ છે.