નીચે દર્શાવેલ કેટેગરીના વ્યકિત/લોકો/જુથો જો બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોય અથવા ન ધરાવતા હોય પણ નીચે દર્શાવેલ કેટેગરીમાં આવતા હોય.
વધુમાં, નીચે દર્શાવેલ કેટેગરીના વ્યક્તિ/લોકો/જૂથની અંત્યોદય અન્ન યોજનાનું રેશનકાર્ડ આપવાનું રહેશે. પરંતુ તેમનું નામ બીપીએલ યાદીમાં (૦ થી ૧૬ આંક ધરાવતા) હોવું જરૂરી છે અથવા તેઓ બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોવા જોઈએ.
જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે, માલ સમાન ઉંચકનાર કુલી, રીક્ષા ચાલક, હાથલારી ચાલવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.
“અસ્થિવિષયક, માનસિક પડકારિતા, દષ્ટિ વિષયક, મૂકબધિર અને સેરેબ્રલ પાલ્સી સહિત ૪૦% કે તેથી વધુ કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને “વિકલાંગ” (દિવ્યાંગ) તરીકેના લાભો મળવાપાત્ર હોવાથી અંત્યોદય અન્ન યોજના હેઠળ અશક્ત વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપતી વખતે આ ધોરણ અનુસરવાનું રહેશે.