ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે રાજય સરકારે ૧૯૮૫થી કન્ઝયુમર્સ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના ધી ૫બ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ એકટ,૧૯૫૦ હેઠળ કરેલ છે. તેના ચેરમેન તરીકે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો સચિવશ્રી ફરજ બજાવે છે. અને નિયામક તરીકે નિયંત્રકશ્રી,કાનુની માપ વિજ્ઞાન અને નિયામક,ગ્રાહકોની બાબતોની ફરજ બજાવે છે. કાપાગની કારોબારી સમિતિમાં ૭ સરકારી સભ્યો તથા માન્ય ગ્રાહક સુરક્ષા મંડળમાંથી ચૂંટણીથી નિયુકત થયેલ ૫ બીનસરકારી સભ્યો જેમાં ફરજીયાતપણે એક મહિલા સભ્યની તેમજ એક આદિવાસી સભ્યની જોગવાઇ છે. કાપાગ ગ્રાહક સુરક્ષા મંડળોને માન્યતા આપવા માટે તથા નાણાંકીય સહાય આપવા માટે સરકારશ્રીને ભલામણ કરે છે.
કન્ઝયુમર્સ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતના સભ્યની તા:૩૦-૦૬-૨૦૧૫ ની સ્થિતિએ દર્શાવેલ યાદી
હોદૃો અને સરનામું | કાપાગ કમિટિના સભ્યોનો હોદૃો |
---|---|
અગ્રસચિવશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, બ્લોકનં. ૧૪, પાંચમો માળ, સચિવાલય,ગાંધીનગર-૩૮૨૦૧૦ | ચેરમેન |
નાયબ સચિવશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, બ્લોકનં. ૧૪,પાંચમો માળ, સચિવાલય,ગાંધીનગર-૩૮૨૦૧૦c | સભ્ય |
નિયામકશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, બ્લોકનં. ૧૪,છઠૃો માળ, સચિવાલય,ગાંધીનગર-૩૮૨૦૧૦ | સભ્ય |
નાણાંકીય સલાહકારશ્રી, નાણાં વિભાગ,બ્લોક નં.૧૧,પહેલો માળ,સચિવાલય,ગાંધીનગર | સભ્ય |
નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતો, બી બ્લોક, બીજો માળ, એમ.એસ.બીલ્ડીંગ,પથીકાશ્રમ પાસે, સેકટર-૧૧,ગાંધીનગર | સભ્ય સચિવ |
આરોગ્ય કમિશ્નરશ્રી, આરોગ્ય મેડીકલ સર્વિસ અને મેડીકલ શિક્ષણ બ્લોક નં.૫,ડો.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર | સભ્ય |
ઉધોગ કમિશ્નરશ્રી, ઉધોગ વિભાગ,બ્લોક નં.૧,૨ ઉધોગ ભવન,ગાંધીનગર | સભ્ય |
પ્રમુખશ્રી, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, હિંગળાજ ટાવર રીસાલા જૈન મંદિર સામે,ડીસા-૩૮૫૮૩૫ ડીસા જી.બનાસકાંઠા | સભ્ય-અમદાવાદ પ્રદેશ પ્રતિનિધિ |
પ્રમુખશ્રી, દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધનન કેન્દ્ર, ૬/૨૩૯૯, બીજે માળ,નાગર શેરીના નાકે, મહિધરપુરા,સુરત-૩૯૫૦૦૩ | સભ્ય-વડોદરા ઝોન પ્રદેશ પ્રતિનિધિ |
પ્રમુખશ્રી, રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯,સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેન્જ બીલ્ડીંગ,સદર બજાર રાજકોટ-૩૬૦૦૦૧ જી.રાજકોટ | સભ્ય-મહિલા પ્રદેશ પ્રતિનિધિ |
પ્રમુખશ્રી, ગ્રાહક હિત સુરક્ષા મંડળ કોડીનાર, ગ્રાહક ભવન,પહેલે માળ,નવી શાક માર્કેટ, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, કોડીનાર જુનાગઢ-૩૬૨૭૨૦ | સભ્ય-રાજકોટ ઝોન પ્રદેશ પ્રતિનિધિ |