જીટીઝેડ તથા ભારત સરકારના ગ્રાહકોની બાબતોનો વિભાગ તથા રાજય સરકારના સંયુકત પ્રોજેકટના સહયોગથી આ GTZ પ્રોજેકટ અંર્તગત વર્ષ ર૦૧૦-૧૧થી રાજયની અંદર ગ્રાહક સુરક્ષા મંડળોનો સહકાર મેળવી ૬ ગ્રાહક સલાહકાર કેન્દ્રોની સ્થા૫ના કરવામાં આવેલ છે. વર્ષ-ર૦૧૧-૧રમાં ૫ણ આ પ્રવૃતિ ચાલુ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ દરમ્યાન બીજા ૯ ગ્રાહક સુરક્ષા મંડળો જોડાયેલ છે. રાજય કક્ષાએ આ તમામ પ્રવૃતિઓનું સંકલન ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC), અમદાવાદ ઘ્વારા કરવામાં આવે છે.
આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્દ્રો ઘ્વારા મહિનામાં નકકી કરાયેલ વીડીયો કોન્ફરન્સીંગથી વિષય નિષ્ણાત ગ્રાહકની ફરિયાદ ૫રત્વે માર્ગદર્શન આપે છે.
કન્ઝયુમર એડવાઈઝ સેન્ટર વિશે વધારે માહિતી મેળવવા માટેઅહીં કલીક કરો.