ભારત સરકારની મૂળ યોજના મુજબ રાજયમાં સન ર૦૦૫-૦૬ના વર્ષથી ભારત સરકારની સહાયથી ર૫૦ કન્ઝયુમર કલબોની સ્થા૫ના પ્રથમ તબકકે કરવામાં આવેલ હતી. ભારત સરકારની આ યોજના ર (બે) વર્ષ માટેની હતી. રાજયમાં કન્ઝયુમર કલબોની સ્થા૫નાનો ઉદ્દેશ શાળા-કોલેજો ઘ્વારા ગ્રાહક જાગૃતિનો પ્રચાર-પ્રસાર થાય તે માટેનો હતો. વર્ષ ૨૦૨૩-૨૪ ની સ્થિતીએ શાળા કક્ષાએ ૧૯૮૩ કન્ઝયુમર કલબો તેમજ કોલેજ કક્ષાએ ૪૦૧ કન્ઝયુમર કલબોની રચના મળીને કુલ ૨૩૮૪ કન્ઝયુમર કલબોને કાર્યરત કરવામા આવેલ છે.