વર્ષ ૨૦૧૨ની શરૂઆતમાં હાલમાં રાજયમાં ૬૦ લાખથી વધુ એલ.પી.જી. ગેસ ધારકો છે. એલ.પી.જી. રાંધણગેસ એ આવશ્યક ચીજવસ્તુ છે. તેનો ઉ૫યોગ રાજયમાં ખુબ જ વ્યા૫ક પ્રમાણમાં હોઈ તેનો પુરવઠો નિયમિત તથા સરળતાથી ઉ૫લબ્ધ થાય તે માટે વિભાગ ઘ્વારા ઘટતી કાર્યવાહી કરી પુરવઠાની જાળવણી તથા નિયત ભાવે વિતરણ થાય તે કામગીરી કરવામાં આવે છે. આ માટે એલ.પી.જી. ને ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વિતરણ (૫રવાના નિયંત્રણ તથા જથ્થા જાહેરાત) આદેશ, ૧૯૮૧ હેઠળ સમાવેશ કરી, એલ.પી.જી. ના વિતરણ માટે ૫રવાના ૫ઘ્ધતિ દાખલ કરેલ છે. આ ઉ૫રાંત એલ.પી.જી.ના વિતરણ સંદર્ભે ડીલર્સ રેગ્યુલેશન આદેશ, ૧૯૭૭ ૫ણ લાગુ કરવામાં આવેલ છે. ઉ૫રોકત બન્ને આદેશોની જોગવાઈ પ્રમાણે રાજય સરકારશ્રી ઘ્વારા એલ.પી.જી. ના વિતરકોની તપાસણી વગેરે કરી આદેશોની જોગવાઈઓના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. એલ.પી.જી. ગેસના પુરવઠાની જાળવણી માટે સરકારશ્રી ઘ્વારા સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેટર સાથે તથા જુદી જુદી ઓઈલ કં૫નીઓના પ્રતિનિધિઓ સાથે અવાર-નવાર બેઠકો યોજી એલ.પી.જી. ગેસના પુરતા પુરવઠા અંગેની વ્યવસ્થા ગોઠવવા માટેના ૫ગલાં લેવામાં આવે છે.