રાજયમાં ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ વેગવાન બને અને સરળતાથી થઈ શકે તેમજ કાયમી નાણાંકીય સ્ત્રોત ઉભું થાય તે હેતુને લક્ષમાં લઈને રાજય ગ્રાહક કલ્યાણ નિધિની સ્થા૫ના કરવા અને તેને વધુ સુદ્રઢ બનાવવા માટે ભારત સરકારની સહાયથી રૂ.૨૦ કરોડના (ભારત સરકારના ૭૫ % હિસ્સો એટલે કે રૂ. ૧૪ કરોડ અને રાજય સરકારનો ર૫% હિસ્સો એટલે કે રૂ.૫ કરોડ) કોર્પસ ફંડ ઉભું કરવાની દરખાસ્ત અન્વયે રૂ.૨૦ કરોડ (અંકે રૂપિયા વીસ કરોડ પૂરા)ના કોર્પસ ફંડ સાથે રાજય ગ્રાહક કલ્યાણ નિધિની સ્થા૫ના કરવામાં આવેલ છે.