TPDS હેઠળ વિતરણમાં મુકાયેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓ

ઘંઉ અને ચોખા

લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ રાજયના ગરીબોની અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘંઉ અને ચોખાની ફાળવણી કરે છે. રાજયમાં ૨૬ જિલ્લાઓ પૈકી ૧૬ જીલ્લાઓમાં ભારતીય ખાદ્ય નિગમ અને સેન્ટ્રલ વેરહાઇસિંગ ર્કોપોરેશન હસ્તકના ૧૮ જિલ્લાઓમાં બેસ ડેપો (ગોડાઉનો) આવેલ છે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. જિલ્‍લાવાર ડેઝીગ્નેટેડ ગોડાઉનો ખાતેથી ઘંઉ અને ચોખાનો માસિક ફાળવણી મુજબનો જથ્‍થો ઉપાડી તેઓ હસ્‍તકના તાલુકા કક્ષાના ગોડાઉનોમાંથી ઘંઉ અને ચોખાનો જથ્‍થો વાજબી ભાવના દુકાનદારોને ઈસ્‍યુ કરે છે.

લેવી ખાંડ

કેન્‍દ્ર સરકારની ખાંડ અંગેની દ્વિભાવ વિતરણ નીતિ અન્‍વયે તા. ૧-૧-૨૦૦૦ થી અમલમાં આવે તે રીતે ખાંડ ઉત્‍પાદકો પાસેથી ૩૦ ટકા જથ્‍થો લેવી પેટે તથા ૭૦ ટકા જથ્‍થો મુકત બજારના ભાવથી ખાંડનો જથ્‍થો પ્રાપ્‍ત કરવામાં આવતો હતો. ત્‍યારબાદ તારીખઃ ૧-૨-૨૦૦૧ થી તેમાં ૧૫:૮૫ નું ધોરણ હતું અને હવે તારીખઃ ૧-૩-૨૦૦૨ થી ૧૦:૯૦ નું ધોરણ અમલમાં છે.

રાજ્યના બી.પી. એલ. અને એ.એ.વાય. કાર્ડ ધારકોને લેવી ખાંડનું વિતરણ વ્‍યકિતદીઠ માસિક ૩૫૦ ગ્રામ મુજબ પ્રતિ કિલોના રૂ.૧૩.૫૦ના ભાવે વિતરણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારે લેવી ખાંડનું નિયમિત વિતરણ ઉં૫રાંત બી.પી.એલ. / અંત્‍યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો નિમિત્તે એટલે કે જન્‍માષ્‍ટમીના તહેવાર નિમિત્‍તે ૧ કિ. ગ્રામ તેમજ દિવાળીના તહેવાર નિમિત્‍તે વધારાની ૧ કિ.ગ્રા ખાંડનું વિતરણ કરવામાં આવે છે.

કેરોસીન

રાજયમાં કેરોસીનની માસિક ૮૦,૦૦૦ કિલો લીટર જથ્‍થાની જરૂરિયાત સામે કેન્‍દ્ર સરકાર તરફથી રાજયને એપ્રિલ ૨૦૧૨ થી દર માસે ૫૬,૧૩૨ કિલો લીટર જથ્‍થો ફાળવવામાં આવે છે.આ જથ્‍થામાંથી ૭૮૦ કિલો લીટર જથ્‍થો મત્‍સ્‍યોદ્યોગ માટે ફાળવતા જાહેર વિતરણના હેતુ માટે ૫૫,૩૫૨ કિલો લીટર જથ્‍થો ઉ૫લબ્‍ધ રહે છે.આ જથ્‍થામાંથી નોન ગેસ રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કેરોસીનનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં પ્રતિ વ્‍યકિત ૨ લીટર અને કાર્ડદીઠ મહત્તમ ૧૦ લીટર સુધી કેરોસીનનું વિતરણ કરવામાં આવે છે. જે તે માસની ૫હેલી તારીખથી જ કેરોસીનનો જથ્‍થો ઉપાડી વિતરણમાં મુકાય તેવી વિતરણ વ્‍યવસ્‍થા રાખવામાં આવે છે.

કેરોસીનના એજન્‍ટો ઘ્‍વારા તેમને ફાળવવામાં આવેલ જથ્‍થા પૈકી તા.૧૦ સુધીમાં ૪૫% અને તા.૨૦ મી સુધીમાં પુરેપુરો જથ્‍થો ઉપાડ કરી, સમયસર વિતરણમાં મુકાય તેવું આયોજન રાખવા જિલ્‍લા કલેકટરશ્રીઓને સુચના આ૫વામાં આવી છે.

કેરોસીનનું વિતરણ સુવ્‍યવસ્‍થિત રીતે થાય તે માટે રાજયમાં તા.૩૧/૫/૨૦૧૨ ની સ્‍થિતિએ ૪૫૪ એજન્‍ટો, ૧૬૦૮૦ કેરોસીન વિતરણ કરતી વાજબી ભાવની દુકાનો, ૪૮૪૫ છુટક વિક્રેતા અને ૧૯૮૧ ફેરીયાઓ કેરોસીનના વિતરણ અંગેની પ્રક્રિયામાં જોડાયેલા છે. કેરોસીન વિતરણમાં સરકારે ડોર સ્‍ટે૫ ડીલીવરી તા. ૪/૬/ર૦૧૦ થી કાયદાકીય સ્‍વરૂ૫ આપી અમલમાં મુકેલ છે.

આયોડીન યુક્ત મીઠું

ગોઇટર જેવા રોગની સામે રક્ષણ મળી રહે તે હેતુથી સંકલિત આદિજાતિ વિકાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આદિજાતિ જીલ્‍લાઓમાં વસતા બી.પી.એલ. અને એ.એ.વાય. કાર્ડધારકોને દર માસે પ્રતિ કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ ના ભાવે આયોડીન યુક્ત મીઠાનું વિતરણ વાજબી ભાવની દુકાનો મારફત કરવામાં આવનાર હતુ્ તેનો વ્યા૫ વઘારી સપ્‍ટેમ્‍બર-ર૦૦૯ થી આયોડીન યુકત મીઠાનું વિતરણ રાજયના સમગ્ર વિસ્‍તારમાં વસતા બી.પી.એલ. અને એ.એ.વાય. કાર્ડધારકોને ૫ણ કરવાનું શરૂ કરવામાં આવેલ છે.

ખાદ્યતેલ

રાજય સરકાર ઘ્‍વારા દર વર્ષ તહેવારોમાં રાહત ભાવે ખાદ્યતેલ વિતરણ માટે ખાદ્યતેલનો બફર સ્‍ટોક/ખરીદી કરવામાં આવે છે. સામાન્યત; વરસાદની સીઝનમાં ખાદ્યતેલના બજાર ભાવો પ્રમાણમાં ઉંચા રહેતા હોવાથી રાજય સરકારે પામોલીન તેલનો બફર સ્‍ટોક કરવાનું આગોતરૂ આયોજન કરે છે. અને ગુ.રા.ના.પુ.નિ.લી. મારફતે ખરીદીની કાર્યવાહી કરી આરબીડી પામોલીન તેલ જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન બીપીએલ તથા અંત્‍યોદય કાર્ડ ધારકોને પ્રતિ એક લીટરના રાહત ભાવે વિતરણ કરે છે.